શોધું છું
શોધું છું
શબ્દો મળી ગયા છે લખવા કાગળ શોધું છું ....
દિલની સાંભળવા એક ખૂણો એકાંતનો શોધું છું....
લાગ્યા છે ઘણા ઘા અંદર હવે ...,
બસ હવે એને રુઝવા મલમ શોધું છું ....
આ જૂઠાપણાની અંધારી દુનિયામાં ....,
સચ્ચાઈની કોઈ એક કિરણ શોધું છું ...
ગોતે તને બધા મુર્તિ માં એ ખુદા ....,
પણ હું તો તને મારા જ શોધું છું ....
જીવનના દરિયામાં તરી ને થાક્યો છું ....,
હવે ગાઢ નિંદ્રા માટે કિનારો શોધું છું ....
આ ભીડમાં ખોવા નથી માંગતો તને ...,
એટલે જ દૂર ના થવાના કારણો શોધું છું ...
થયા એમની પાછળ એવા " ઘાયલ " ....,
કે હવે દરેક પળ માં એમને શોધું છું ... !