STORYMIRROR

Khvab Ji

Drama Inspirational Romance

3  

Khvab Ji

Drama Inspirational Romance

ગીત -' હૈયું મ્હેક્યું '

ગીત -' હૈયું મ્હેક્યું '

1 min
26.9K


ટીપે ટીપે આજે મારૂં વાદળ કેવું ટહુકયું,

ધીમે ધીમે કોઈ મજાનું હૈયે આવી મ્હેક્યું,


અરધાં કાચાં, અરધાં પાકાં,

ઉજાગરાને આઘો ઠેલો,

શમણાંનાં સથવારે આવે,

દરિયો આખો ઘેલો-ઘેલો!

છલક છલકતી હૈયા ધારે આંખોનું નીર છલકયું,

ટીપે ટીપે આજે મારૂં..


સોનલ વરણી કાયામાંથી,

ચીસ સામટી જાગી,

હરખેથી દોડીને હું તો,

દરિયો પીવા ભાગી,

અલક-મલકનું ગીત મધુરું,

વાલમજીનું ગહેકયું,

ટીપે ટીપે આજે મારૂં..


મધમધ થાવું ને મલકાવું,

ગમતીલા સંગાથે,

વ્હાલપનો વરસાદ ઝીલીને,

રહું બલમજી સાથે,

નાજુક ને નખરાળું હૈયું,

ઝાંઝરમાં જઈ બહેક્યું,

ટીપે ટીપે આજે મારૂં..


Rate this content
Log in

Similar gujarati poem from Drama