તારા સંસ્મરણોના ફૂલો
તારા સંસ્મરણોના ફૂલો


તારા સંસ્મરણોના ફૂલોને દર્દના છંટકાવથી તાજા રાખું છું
એમ કરીને આ હ્રદયના ખાલીપામાં એક હું વસંત રાખું છું
તારા મિલનની થઈ ઈચ્છા ને કૂંપળ ફૂટી નીકળી કેવી સુંદર
એમ કરીને આ હ્રદયમાં પ્રેમને તારા બસ હું જીવંત રાખું છું
મદહોશ મને કરે છે તને અડકીને આવતી પવન કેવી સુંદર
એમ કરીને આ હ્રદયના એકાંતમાં યાદો હું અનંત રાખું છું,
એકાંતી ક્ષણોમાં હૈયે શબ્દોની સરવાણી નીકળી કેવી સુંદર
s="ql-align-right">એમ કરીને આ હ્રદયમાં આ કવિતા તારી હું જીવંત રાખું છું
લખી મેં તારા નામથી મારા અસ્તિત્વની કવિતા કેવી સુંદર
એમ કરીને આ હ્રદયમાં એક ઉદાસીને હું અનંત રાખું છું
આ તારા વિરહની પીડા પણ મને જો લાગે છે કેવી સુંદર
એમ કરીને આ હ્રદયમાં સંઘરેલા દર્દોનો હું ખંત રાખું છું
તારા સંસ્મરણોના ફૂલોને દર્દના છંટકાવથી તાજા રાખું છું
એમ કરીને નિલ હ્રદયમાં છંદોથી તને હું જીવંત રાખું છું.