Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Neelamkumar (Neel) Budhbhatti

Others Romance


4  

Neelamkumar (Neel) Budhbhatti

Others Romance


કાશ

કાશ

1 min 492 1 min 492

કાશ હુન્નર બેવફાઈનો અમને પણ આવડતો હોત,

તો દર્દ જુદાઈના ના અમે પણ આમ સહેતા હોત.


કોઈ કહેશે મને હવે કે એની યાદો ને કેમ દૂર કરાય ?

ના હોત હાલ આવા જો દિલ પત્થરના કર્યા હોત.


વળી ગયા આ કદમ આપોઆપ એની ગલી તરફ,

આ કદમ પણ ના વળે જો કાબુ ખુદને કર્યા હોત.


આ હ્રદયનો અંધકાર પણ એના દર્દોથી રોશન છે,

જલન ના હોત જો આંખોની બેઈમાની વાંચી હોત.


સારું થયું કે મળી ગઈ મને સોગાત આ કલમની,

'નિલ' આ રચના ના હોત જો આજ એ સાથે હોત.


Rate this content
Log in