Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Neelamkumar (Neel) Budhbhatti

Others Romance


4  

Neelamkumar (Neel) Budhbhatti

Others Romance


અંધકાર ની પણ હદ છે

અંધકાર ની પણ હદ છે

1 min 419 1 min 419

આ અંતરના સૂરજની પણ એક હદ છે,

દર્દોથી ઊભા થતાં અંધકારની પણ હદ છે.


દ્વંદ્વો પ્રેમના જીવનમાં તો અવિરત રહ્યા છે,

જાણું છું પ્રેમ તને પણ મુજથી અનહદ છે.


કારણ વગરનું આ મારું અસ્તિત્વ રહ્યું છે,

છતાંય જે મળ્યું તેનાથી હૈયું આ ગદગદ છે.


ફાગણીએ કેસરીયો કેસુડો ખીલી રહ્યો છે,

અહીં જીવન સફરમાં તો કંટકો પદ પદ છે.


ભર વસંતે પણ મીલન પાનખર થૈ રહ્યું છે,

ને તારી જુદાઈની આ દિવાલ અભેદ છે.


શાલીનતા ની કાનસ જાતને ઘસી રહી છે,

ભેદ આ જીવનનો છતાં પણ અનભેદ છે.


દર્દોથી ઊભા થતાં અંધકારની પણ હદ છે,

તેના થકી નિલની રચના, છંદ ને પદ છે.


Rate this content
Log in