STORYMIRROR

વ્યથાઓની હીફાજત

વ્યથાઓની હીફાજત

1 min
837


વ્યથાઓ ફૂલ જેવી મારી દર્દોના કંટકોથી હીફાજત હતી,

તારા પ્રેમમાં મૂંગા મોઢે ઉપેક્ષા સહી એ મારી શરાફત હતી,


આ આખું અસ્તિત્વ મારું પ્રેમમાં સંપૂર્ણ સમર્પણ કરી દીધું

થાય નહીં મિલન આપણું કેટલાયની એમાં શીયાસત હતી,


નામ પ્રેમનું ત્યાગ છે માની ને મેં ખુદનું બલિદાન કરી દીધું

ક્યારેક યાદ કરીને મહેસૂસ કરજે કે તું મારી અમાનત હતી,


આ વિરહની વેદનામાં પણ ખુશ રહી પ્રતિક્ષા કરી લીધી

જીવન નીકળી ગયું એમ ઈન્તઝારમાં પ્રેમની કરામત હતી,


વ્યથાઓ ફૂલ જેવી મારી દર્દોના કંટકોથી હીફાજત હતી

તારા પ્રેમમાં મૂંગા મોઢે ઉપેક્ષા સહી નિલની શરાફત હતી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance