STORYMIRROR

Neelamkumar (Neel) Budhbhatti

Tragedy

4  

Neelamkumar (Neel) Budhbhatti

Tragedy

જીંદગી ના આ કેવા સફરમાં છું

જીંદગી ના આ કેવા સફરમાં છું

1 min
991


જીંદગી ના આ કેવા સફરમાં છું

ફરું છું બધે છતાં હું ઘર માં છું


અસલીયત કૈક ની જોઈ લીધી

રહું છું મૌન કેવી અસર માં છું


સાચવીને રાખ્યો છે હજી જમીર

તેથી જ આજ હું ખબર માં છું


છળે છે મંઝીલ મૃગજળ બની

કોણ જાણે હું કેવી ડગર માં છું


શાને હું તારી મહેફિલમાં આવ્યો

રક્તવત અહીં હર ખંજર માં છું


ક્યારેક તો જુઓ મારી દશા ને !

હું આમ શાને હવે કહર માં છું ?


જીંદગી ના આ કેવા સફરમાં છું

ફરું છું બધે છતાં હું ઘર માં છું.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Tragedy