સૌ મુસિબતથી હું ટેવાઈ ગયો
સૌ મુસિબતથી હું ટેવાઈ ગયો
સૌ મુસિબતથી હું ટેવાઈ ગયો,
શહેરમાં બસ તેથી સચવાઈ ગયો.
અર્થ જાણ્યો બસ અગરબતીનો મેં,
એ પછી ચોમેર ફેલાઇ ગયો.
બાળકો માતા પિતા પત્નીને ઘર,
કેટલાં ભાગે હું વહેંચાઈ ગયો.
જ્યારથી એને મળ્યો છું દોસ્તો,
ત્યારથી હું ખુદને સમજાઈ ગયો.
આજીવન હેરાન કરશે એ મને,
ભૂલથી જે શબ્દ બોલાઈ ગયો.
રોજ શોધું છું હું એને કાચમાં;
એક માણસ ક્યા છે ખોવાઇ ગયો.
જીંદગી છે પીંજરું સોના તણું,
જીવ છે કે જેમાં લલચાઈ ગયો.
દેશ કાજે જે થયાં કુરબાન છે.
તેય માણસ આજ વિસરાઈ ગયો.
શોધવા સુખને ગયોતો શહેરમાં,
ગામડાનો જીવ ખોવાઇ ગયો.
બાપનું સાચું થયુ આજે નિધન,
ભાગ લેવા કોર્ટમાં ભાઈ ગયો.