STORYMIRROR

Mahebub Sonaliya

Thriller Tragedy

3  

Mahebub Sonaliya

Thriller Tragedy

પડે છે એક ત્યાં

પડે છે એક ત્યાં

1 min
20.8K


પડે છે એક ત્યાં તો દસ હસે છે,

લઈ સૌ ખૂબ એમાં રસ હસે છે,


બધા આદર્શ ટીંગાડ્યાં છે ભીંતે,

અને બાપુ હસે છે બસ હસે છે,


કરે છે ડોળ હસવાનો હંમેશા,

ખરેખર ક્યાં કદી માણસ હસે છે,


તે સુખનો અર્થ પણ સમજ્યો છે કેવો?

દબાવી શું બીજાની નસ હસે છે,


મનાવો કેટલું તો પણ ન માને,

ને હસવું હોય તો ચોક્ક્સ હસે છે,


સતત રડતા રહે છે તેવા માણસ,

સદાયે જેમની નસ નસ હસે છે,


મને છે એટલું બસ દુઃખ મહેબુબ,

ફક્ત માણસ ઉપર માણસ હસે છે.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller