STORYMIRROR

Mahebub Sonaliya

Inspirational

4  

Mahebub Sonaliya

Inspirational

એક કે બે જણ હશે તો ચાલશે

એક કે બે જણ હશે તો ચાલશે

1 min
21.4K


એક કે બે જણ હશે તો ચાલશે,

સુખ અને દુઃખ પણ હશે તો ચાલશે,


પાપનો ડાઘો ન જોયે એક પણ,

ફક્ત બે પહેરણ હશે તો ચાલશે,


બાળકોનાં હિત ખાતર જો પિતા,

ઢાંકતો ઢાંકણ હશે તો ચાલશે,


હોઠ પર ભીની તમારી યાદ છે,

કંઠમાં સો રણ હશે તો ચાલશે,


સત્ય નો ધ્વજ હાથમાં હોવો ઘટે,

શીશ પર ખાપણ હશે તો ચાલશે,


દુઃખ તો આજીવન રહે છે સાથમાં,

સુખની થોડી ક્ષણ હશે તો ચાલશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational