STORYMIRROR

Mahebub Sonaliya

Others

3  

Mahebub Sonaliya

Others

જીંદગી જીવાય છે

જીંદગી જીવાય છે

1 min
20K


જીંદગી જીવાય છે પણ તોય શું ?

ક્યાં કશું સમજાય છે પણ તોય શું ?


જે સફરમાં હું હતો બસ એકલો

કાફલા વિખરાય છે પણ તોય શું ?


ગાંઠ તારા નામની મારી નહીં.

રાત દી' સીવાય છે પણ તોય શું ?


જે જીવનનો મર્મ છે આરંભથી

અંતમાં સમજાય છે પણ તોય શું ?


આપણું સામર્થ્ય છે થોડું ઘણું

એટલે પરખાય છે પણ તોય શું ?


Rate this content
Log in