STORYMIRROR

Mahebub Sonaliya

Inspirational

4  

Mahebub Sonaliya

Inspirational

ગઝલ

ગઝલ

1 min
224

'કાલ' માફક 'આજ' જો લાવી શકું,

તો બધાને તાજ પહેરાવી શકું.


હોય વડવાનલ જો મારા ભીતરે,

શું ખુશીના ગીત ગવડાવી શકું.


છે બધી ઈચ્છાઓ મારી વાંઝણી,

પારણું હું કેમ બંધાવી શકું.


એટલી હિંમત નથી દેતો સમય,

કે થુકેલું મારું હું ચાવી શકું.


કોઈ જ્યાં 'આવો' ય પણ બોલે નહીં,

ત્યાં ભલા કેવી રીતે આવી શકું.


બંદગીમાં દે ખુદા એવી અસર,

હું તને બેખૌફ બોલાવી શકું.


જ્યાં નથી તારી નિશાની એક પણ,

ત્યાં ભલા કેવી રીતે આવી શકું.

.

"તું અગર ચાહે તો એ વટવૃક્ષ હો,

હું તો કેવળ બીજને વાવી શકું."


મર્મ લાચારીનો જો પામે જગત,

મોતનો પર્યાય સમજાવી શકું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational