આજ લોકો શું હમદમ
આજ લોકો શું હમદમ
1 min
8.8K
આજ લોકો શું હમદમ, સૌ ઉદાસ બેઠા છે,
તંગ આવી ખુશીયોથી દુઃખની પાસ બેઠા છે.
એ રીતે જુએ છે સૌ બંગલાની બારી થી,
જાણે ઝુંપડી વાળા બેલિબાસ બેઠા છે.
છે સુવાસ ચંદનની એટલું કહે છે બસ,
હો ન હો કહીં તે આસપાસ બેઠા છે.
હર કોઈ એ થૉપ્યાં છે ખુદના પાપ બીજા પર,
કોઈ તારશે એવી લઇને આસ બેઠા છે.
અવદશા હતી ત્યારે જેઓ છોડી ભાગ્ય' તા,
આજ આપણાં એ સૌ થૈને ખાસ બેઠા છે.