STORYMIRROR

Mahebub Sonaliya

Others

3  

Mahebub Sonaliya

Others

આ જીંદગી તો

આ જીંદગી તો

1 min
21.8K


આ જીંદગી તો દોસ્તો કપાઇ તે પતંગ છે,

મુકામ એનો જોઇલો હવાની સંગ સંગ છે.


અતુલ્ય એનાં સ્પર્શનો બહુ અતુલ્ય ઢંગ છે,

શરીરની દરેક રગમાં વાગે જલતરંગ છે.


જરૂરતોનો એમને શું ડર બતાવશો તમે,

ફિકર કરે જે ભૂખની તે ક્યાં ભલા મલંગ છે ?


દુખે કોઈનું દિલ કદી તો અશ્રુ ભીના ગાલ હો,

શું દિલથી આ નજર સુધી છુપી કોઈ સુરંગ છે.


બહુ અજબ છે દોસતો સમયની રીતભાત પણ,

શરીરના જહાજ ઉપર આ મૌતનું અલંગ છે !


Rate this content
Log in