STORYMIRROR

Mahebub Sonaliya

Others

3  

Mahebub Sonaliya

Others

અતડો નહિં લાગે

અતડો નહિં લાગે

1 min
22.3K


કલંદર એટલે આ શ્હેરનો હિસ્સો નહિં લાગે,

રહે છે એ જગતમા પણ જગત ઘેલો નહિં લાગે.


જો મનમા પ્રેમનો સદભાવ હો ઘરના સદસ્યોમા,

ભલે હો લાખ નાનો ઓરડો, નાનો નહિં લાગે.


કે અજવાળામાં જેણે દર-બ-દર ખાધી હો ઠોકર,

તો અંધારામાં એને કોઇ દી' ખતરો નહિં લાગે.


લિબાસ આ જીંદગીનો સૈંકડો થીંગડાઓ માંગે છે,

કરું લાખો જતન એમાં છતાં ટાંકો નહિં લાગે.


તરક્કીનો અરે માહોલ તો જુઓ જરા સાહેબ,

હવે તો ગામડાંમાં પણ કોઇ મેળો નહિં લાગે.


અજબ સંબંધ છે મારા અને આ બાળકો વચ્ચે,

મળું પહેલી વખત પણ એ અજાણ્યા તો નહિં લાગે.


તમારા સ્પર્શની યાદોંને મનમાં જ્યારે રાખે છે,

રહે છે એકલો 'મેહબુબ' પણ અતડો નહિં લાગે.


Rate this content
Log in