STORYMIRROR

Umesh Tamse

Inspirational

4  

Umesh Tamse

Inspirational

હોય છે...

હોય છે...

1 min
27.3K


વાત તો એમની ઠાવકી હોય છે, 

જાત પણ લોકની પારકી હોય છે.

મા અને બાપની જે કરે ચાકરી,

છોકરી એમની લાડકી હોય છે.

જે બધાના હૃદયને હરી લે હજી,

એજ મોહક સદા ગાયકી હોય છે.

જ્યાં મળે માન આદર સદા પ્રેમથી,

ત્યાં કદી બહેકવાંની વકી હોય છે.

આંગણાની ય શોભા વધી જાય છે,

જેમના પણ ઘરે બાળકી હોય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational