STORYMIRROR

Pushpa Maheta

Inspirational

4  

Pushpa Maheta

Inspirational

રહે કેમ છાના

રહે કેમ છાના

1 min
13.6K


સબંધો ફળ્યા એ રહે કેમ છાના ?

જિગર બે મળ્યા એ રહે કેમ છાના?

અધર બે હસ્યાં ને અધર બે બિડાયા,

થયા મન ગળ્યા એ રહે કેમ છાના ?

મહેંકથી બગીચા છલોછલ થયા પણ,

ફૂલોના છળ્યા એ રહે કેમ છાના ?

અમે પુષ્પ જેવા સુકોમળ સુગંધી,

ભ્રમર મન ચળ્યા એ રહે કેમ છાના ?

પ્રણયનો અમલ પી જનારા દિવાના,

પ્રણયમાં ઢળ્યા એ રહે કેમ છાના ?

શમાને ખબર ક્યાં પતંગાની હાલત ?

લગોલગ બળ્યા એ રહે કેમ છાના ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational