છોકરીની જિંદગી
છોકરીની જિંદગી
1 min
13.6K
ધોમ ધકતા તાપ જેવી છોકરીની જિંદગી,
નર્ક દોજખ આગ જેવી છોકરીની જિંદગી.
ના દિશાનું ભાન એને મંઝિલોથી બેખબર,
કો અજાણ્યાં ગામ જેવી છોકરીની જિંદગી.
હર ઘડી હર પળ ડરે બૂરી નજરના તીરથી,
પારદર્શક કાંચ જેવી છોકરીની જિંદગી.
વાંચવાને લોક જેને હર ઘડી બેતાબ છે,
એક ગરમ અખબાર જેવી છોકરીની જિંદગી.
હો ભલે અગ્નિ પરીક્ષા કે પછી ચોપાટ હો,
હર સદી એ શ્રાપ જેવી છોકરીની જિંદગી.
મુક્તક
આગ ઝાકળ શૂળ છે એક છોકરીની જિંદગી,
નર-નારી ની ભૂલ છે એક છોકરીની જિંદગી.
લાડ લાડકડા સમા એને અગર મળતા રહે,
તો સુગંધિત ફૂલ છે એક છોકરીની જિંદગી.