વાતાવરણ
વાતાવરણ
1 min
14.1K
પાંપણોમાં ફરફરે છે એ જ ક્ષણ,
આંખથી છલકાય છે એના સ્મરણ.
ભીંત પર સંવેદનોના પોપડા,
રાતભર ખરતા રહે એકેક કણ.
જાવ શમણાંઓ હવે પાછા ફરો,
છે અહીં તો વિસ્તરેલું શુષ્ક રણ.
એક સોનેરી હરણના મોહમાં,
થાય છે આજે હજી સીતા-હરણ?
હીંચકો વડવાઈ તારું આંગણું,
એ સ્મરણ તાજા હજી છે આજ પણ.
રાત-દિન મહિના, વરસના ફેરમાં,
બસ મળી છે વેદનાની એક ક્ષણ.
કાલ જેવી આજ કઈ હોતી નથી,
ના રહે છે એ જ એ વાતાવરણ