દીકરી
દીકરી
1 min
13.4K
દીકરી તું તો અમારી સોનપરી છે,
તું મળે જન્મોજનમ એજ માંગણી છે.
ફૂલ ફોરમ પર્ણ જેવી ઊર્મિને પણ -
માનવી એ કેમ મામૂલી ગણી છે ?
ના ઝરૂખો છે ન કોઈ બારીઓ પણ,
આ હવેલી કેમ પિંજરવત ચણી છે ?
'મા' કહી, 'શ્રદ્દધા', સખી, 'શક્તિ' કહી,
ને પછી સૌએ મળી એને હણી છે .
રૂપગુણની પુતળી નાજૂક નમણી તું -
ચીથરે વીંટાયેલી હીરાકણી છે...!!