STORYMIRROR

Pushpa Maheta

Romance Classics

4  

Pushpa Maheta

Romance Classics

ત્રોફૂં તને

ત્રોફૂં તને

1 min
39.9K


આજ સાજન ફૂલથી પોંખું તને,

રાજ મારા દિલ મહીં ગોપું તને.

ભીતરે એક પ્રીત ઉંછેરું પછી,

છૂંદણાંની ભાતમાં ત્રોફૂં તને.

રાતરાણી શ્વાસમાં મ્હેંકી ઊઠી,

સ્હેજ પીઉં સ્હેજ હું ઢોળું તને.

વાદળી થઇ વિચરું આકાશ પર,

ને ગગનના ગોખથી ખોળું તને.

પત્ર તારો લાગણી ભીનો ચૂમિ,

હિંચકાની ઠેસે હીંચોળું તને.

બાવરી તારા પ્રણયમાં એટલી,

સ્નેહભીની મેંદીમાં ઘોળું તને.

આમ તું ચોપાસ છે મારી છતાં -

તોય ક્યાં દેખાય કે શોધું તને ?

એ રીતે આરાધના તારી કરું -

પ્રેમના અક્ષર અઢી ગોખું તને.

ઐક્ય જેવું પાંગરે છે ભીતરે,

શું હવે આપી શકું નોખું તને ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance