Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishal Bhadaliya

Romance

4  

Vishal Bhadaliya

Romance

ઈબાદત

ઈબાદત

1 min
13.7K


એ ઇબાદત કેવી હશે જેમાં, વર્ષોથી આંખો જાગતી હશે,

અધૂરી આશ કેવી હશે જેમાં, વર્ષોથી આંખો જાગતી હશે.


એ ઇબાદત કેવી હશે જેમાં, ઇશ્ક એજ તેનો ઈશ્વર હશે,

એ ઈશ્વર કેવો હશે જેની માટે, વર્ષોથી આંખો જાગતી હશે.


એ પ્રેમ પણ કેવો હશે જેમાં, આ શરીર ફકત ગૌણ હશે,

એ આત્મા કેવો હશે જેની માટે, વર્ષોથી આંખો જાગતી હશે.


એ સ્મરણ પણ કેવુ હશે જે, મરણ પછી કદાચ સાથે હશે

એ મરણ કેવુ થશે જેની માટે, વર્ષોથી આંખો જાગતી હશે.


એ લખાણ કેવુ હશે જેના શબ્દોનું વાચન એકમાત્ર 'તું' હશે,

એ તું પણ કેવી હશે જેની માટે, વિશુની આંખો જાગતી હશે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance