લખવા ને તારુ રૂપ
લખવા ને તારુ રૂપ
ખડીયો મે તૈયાર કર્યો, લખવા ને તારુ રૂપ,
કલમ હાથ મા લીધી, મે લખવા ને તારુ રૂપ,
ઉંડો શ્ર્વાસ તો મે ભરી, કલમ ને કસકી પકડી,
પછી મે આંખો બંધ કરી, લખવા ને તારુ રૂપ,
અંધ બની તને નીરખી, દીઠુ અદભુત તારુ મુખ,
નીરખી ને અંચંબીત થયો, મે જોયુ સુંદર તારુ રૂપ,
રૂપ જોઈ અંજાયો હુ તો, કરી તી મે પણ પ્રીત,
પાંપણ ચીરી અશ્રુધારથી, શરૂ કર્યુ લખવા ને તારુ રૂપ,
શબ્દો માટે શબ્દકોષ લાવ્યો, શબ્દકોષ વામણો રે લાગ્યો,
આમ જ કાગળ કોરો રહ્યો 'વિશુ' થી ન લખાયુ તારુ રૂપ,