યાદોનો વેપાર કરું છું
યાદોનો વેપાર કરું છું
યાદોનો વેપાર કરું છું,
હું તો તને પ્રેમ કરું છું,
હરતાં ફરતાં નામ રટું છું,
હું તો ખુલ્લેઆમ કહું છું,
યાદોનો વેપાર કરું છું...
ખુલ્લેઆમ જાહેરમાં કહું છું,
હું તો તને પ્રેમ કરું છું
નામ તારુ તો રટતો રહું છું,
હું તો તને પ્રેમ કરું છું
યાદોનો વેપાર કરું છું...
ઈશ્વરનો પર્યાય કહું છું,
હું તો તને પ્રેમ કરું છું,
બે અક્ષરમાં તને કહું છું,
હું તો તને પ્રેમ કરું છું,
યાદોનો વેપાર કરું છું...
હૈયાની વાત હોઠોથી કહું છું,
હું તો તને પ્રેમ કરું છું,
હોઠ નાક વચ્ચે તલ લખું છું
હું તો તને પ્રેમ કરું છું,
યાદોનો વેપાર કરું છું...
'વિશુ'નું ગીત પૂર્ણ કરું છું,
હું તો તને પ્રેમ કરું છું,
શબ્દશઃ એક તને કહું છું,
હું તો તને પ્રેમ કરું છું,
યાદોનો વેપાર કરું છું...

