‘ગોરી’ની ગઝલ
‘ગોરી’ની ગઝલ
ગોરી તારી આંખો પાછળ
લોકો બનવા રાજી ચાકર!
ગોરી તું જો આંજે કાજલ,
આકાશે ઘેરાતા વાદળ.
ગોરી તારા સૌ છે ચાહક,
બાગ-બગીચા પંખી પાદર!
ગોરી તારા સરનામા પર,
આજે તો લખવો છે કાગળ.
ગોરી મારા ઘરની બાજુ,
ગમશે તારી આવનજાવન.
ગોરી તું જયાં પગલા પાડે,
પથરાય ત્યાં ફૂલોની ચાદર.
ગોરી તારી વાત કરે જે,
એના મોંમા ઘી ને સાકર!