હસીએ લડીએ
હસીએ લડીએ
અમે જીવલાને કહીએ, મળીએ હસીએ લડીએ,
નયનના નગરમાં વસીએ, મળીએ હસીએ લડીએ.
ગણિતમાં ઘણી ભૂલ થઇ છે, અને જીંદગી ડૂલ થઇ છે,
ફરી એક બે ત્રણ ગણીએ, મળીએ હસીએ લડીએ.
મથામણ જે મનને મથાવે, ઉપર લાવી હેઠે પછાડે,
તો ઈલાજ એના કરીએ, મળીએ હસીએ લડીએ.
હવે ઓટલા પર પધારો, લખોટી ને પાના ય કાઢો,
અહીં આજ બેસી રમીએ, મળીએ હસીએ લડીએ.
ચલો હાથમાં હાથ નાંખી, અને પ્રેમથી સાથ આપી,
રસીલા રિલેશન રચીએ, મળીએ હસીએ લડીએ.