ઠંડી ગુલાબી.
ઠંડી ગુલાબી.


નજીક લાવે,
પ્રિય સનમને; છે
ઠંડી ગુલાબી.
---------------
ટાઢા વાયરા,
સુક્કા વૃક્ષો; માણો
ઠંડી ગુલાબી.
--------------
ગમતો સૌને,
કુમળો તડકો; છે
ઠંડી ગુલાબી.
-------------
આભાર માનો,
સ્નો તો નથી; પણ છે
ઠંડી ગુલાબી.
-------------
સૂના ખેતર,
સૂના દિવસ; લાવી
ઠંડી ગુલાબી.
-------------
ધાબળા વીંટી,
લિજ્જતથી માણો; આ
ઠંડી ગુલાબી.
-------------
થીજે રાજા; ને
થીજે રાણી: એવી છે
ઠંડી ગુલાબી.
-------------
થીજે પાણી; ને
થીજે વાણી: એવી છે
ઠંડી ગુલાબી.
-------------
શેરડી માણો,
ચાવી ચાવી; આવી છે
ઠંડી ગુલાબી.
-------------
મળવાની છે,
મોસમ આવી; આવી
ઠંડી ગુલાબી.
-------------
બાવાને પણ
મળજો બાવી; આવી
ઠંડી ગુલાબી.
-------------
રાતા ચહેરા
કથ્થઈ આંખો; પણ
ઠંડી ગુલાબી.
-------------
માંદો સુરજ,
રાખોડી આભ; અને
ઠંડી ગુલાબી.
------------
પારો ગરકે
શૂન્ય બાજુ; એવી છે
ઠંડી ગુલાબી.
------------
છે અડદિયું,
ને બદામ-કાજુ; છે
ઠંડી ગુલાબી.
-----------
અંધારું થાય,
પ્રગટે તાપણું; છે
ઠંડી ગુલાબી.
-----------
રીંગણ-ઓળો
બાજરીનો રોટલો;
ઠંડી ગુલાબી.
-----------
કોને ના ગમી?
આ ઋતુ છે સુહાની,
ઠંડી ગુલાબી.
-----------