છળવાનું છે
છળવાનું છે
ખુદના દિલને છળવાનું છે,
ખોટેખોટુ હસવાનું છે.
સાચેસાચું મરવાનું છે,
ખોટા આંસુ રડવાનું છે.
થોડું એવું ભણવાનું છે,
સાચા સમયે ખસવાનું છે.
સૌ હૈયામાં સગડી સળગે,
તે કોણ ભલા અડવાનું છે.
બીજું કાંઇ નથી આ જીવન,
ધીમા તાપે બળવાનું છે.
આ કર્મોની આગળ પાછળ,
તારે મારે ફરવાનું છે.
માફી આજે માંગી લેવી,
કાલે પાછા મળવાનું છે.