એક નિરાશાવાદી ગીત
એક નિરાશાવાદી ગીત
તારા વિના જીવન સારું નથી, સારું નથી.
તારા સિવાય કશું મારું નથી, મારું નથી..
આધાર આશા પર રાખી,
જીવવાનું કોણ જાણે.
ઝુરી ઝુરીને મારે,
એકેક દિવસ જાણે.
આવું જીવવાનું કંઈ સારું નથી, સારું નથી....
વાતો વાતોમાં આવે,
તારી જ વાતો જાણે.
તારા વિના તો મારી,
એક પળ ન જાતી જાણે.
ભૂલી જવાનું ગજું મારું નથી, મારું નથી...