તમારા ગયા પછી
તમારા ગયા પછી
ફૂલોને ડંખ થયા કાંટાના આકરા,
નદીઓના નીર જાણે પથ્થરને કાંકરા,
તમારા ગયા પછી.
દિલનો ઉમંગ મારો પલ્ટાયો દર્દ મહીં,
જીવ્યો હું આજ લગી વિરહની આગ સહી,
તમારા ગયા પછી.
સવારે ઊઠીને, મેં જોયું'તું એ કદી?
મિલનનું સ્વપ્ન મને આવ્યું'તુ એકદિ,
તમારા ગયા પછી.
વિદાયની વેળાએ ખૂણો ભીનો થયો,
છબી જડાઈ ચિત્તમાં, દિવો ઘીનો થયો,
તમારા ગયા પછી.
પ્રાર્થનાના બોલ બે, લોકો બોલી ગયા!
વેદનાના દ્રાર એ સૌ મારા ખોલી ગયા,
તમારા ગયા પછી.
"નટવર" બન્યો નાદાન જિંદગીમાં એ પછી,
બાગ બન્યો વેરાન જિંદગીમાં એ પછી,
તમારા ગયા પછી,
તમારા ગયા પછી!!