STORYMIRROR

ચૈતન્ય જોષી

Tragedy Others

4  

ચૈતન્ય જોષી

Tragedy Others

ગયાં જ સમજોને

ગયાં જ સમજોને

1 min
216

દુનિયા સાથે કદમતાલ ના મિલાવ્યા તો ગયાં જ સમજોને,

તાલમેલની નીતિથી અલિપ્ત રહ્યા તો ગયાં જ સમજોને.


સત્યને સહજતાથી આજે કોઈ સ્વીકારવા તૈયાર જ નથી,

સત્યના ઝંડાને જાહેરમાં ઊંચક્યા તો ગયાં જ સમજોને,


પ્રામાણિકતા જેટલી લખાણે સારી એટલી સમાજમાં નથી,

અન્યાયની સામે અવાજો ઊઠાવ્યા તો ગયાં જ સમજોને,


કાબેલિયત મુજબ સ્થાન, માન મળે જ એ જરૂરી ન લાગે,

જ્યાંત્યાં હૈયાનાં કંપનોને ઠાલવ્યાં તો ગયાં જ સમજોને,


તમે સારું વર્તો એટલે સામેના અનુસરે એ ખોટું પણ પડે,

ખટપટની ચુંગલમાં સહેજે ફસાયાં તો ગયાં જ સમજોને,


પિત્તળ સોના સાથે કરે છે સ્પર્ધાને કંચન કથીર ભાસતું ને,

ભૂલેથી જો લાગણીપ્રવાહમાં વહ્યાં તો ગયા જ સમજોને.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy