કેટલાય અજીબ લોકો
કેટલાય અજીબ લોકો


કેટલાય અજીબ લોકો વસે છે મારી આસપાસ,
પરખ કરવામાં લોકોની, જમાના લાગ્યા મને.
થોડો ખુદને માટે ખુશહાલ તો શું થયો હું,
ખુશહાલ જોઈ લોકો, સતાવવા લાગ્યા મને,
સાથ-સહકાર, ટેકો આપી ઊભા કર્યા જેમને મેં,
પગભર થયા પછી લોકો, હરાવવા લાગ્યા મને.
સ્વાર્થ સુધી પારકા ફાયદો ઉઠાવવા રહ્યા મારો,
મતલબ પછી લોકો, આંખ બતાવવા લાગ્યા મને.
યારોની જીત માટે દુઆઓ કરતો રહ્યો હું,
જીતી ગયા પછી લોકો, હરાવવા લાગ્યા મને.
પરાયી આગ બુઝાવવા ખુદ બળતો રહ્યો મેં,
બુઝાતા જ લોકો, આગ લાગાડવા લાગ્યા મને.
હસાવવા ખાતીર હસવું આદત બની "નાના"ની,
ગમ નીકળી ગયા પછી લોકો, રડાવવા લાગ્યા મને.