STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

3  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

પૈસાના પલ્લા...

પૈસાના પલ્લા...

1 min
15

દિલની અમીરીની તો કદર જ નથી અહીં,

હવે તો પૈસાથી જ પળમાં સગપણ નીકળી જાય.


જેમણે પ્રેમને ખૂબ મૂલ્ય આપ્યું અહીં,

હવે તો એ બિચારું સમાજમાં આમ જ ઝૂકી જાય.


હૃદયની લાગણીઓ હવે વ્યર્થ લાગે અહીં,

હવે તો નોટોની ગણતરીથી જ દુનિયા ચાલી જાય.


સંબંધોની ખરી પરિભાષા હવે વંચાય અહીં,

હવે તો પૈસાના પલ્લા સાથે જ સંબંધો વણાય જાય.


સાચી મિત્રતાની પવિત્રતા જરાય નહીં અહીં,

હવે તો ખોટા હાસ્યથી જ મીઠા શબ્દો બોલાય જાય. 


"નાના"એ જોઈ આ ધનસંપત્તિની દહેશત આજે,

હવે તો ધન - દોલતથી જ માણસનું માન મપાય જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy