Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

ભગવાન હોવાની શક્યતા

ભગવાન હોવાની શક્યતા

1 min
13.9K


આ શબ્દોની વચ્ચોવચ આપણી, ભાવનાઓ જ અટવાય છે,

ને બધી જ પ્રાર્થનાની આડમાં, બસ માંગણીઓ ઠલવાય છે.


સૌની આંતરિક નેમ હોય છે, પહોંચવાની પ્રયત્ન વગર અહીં,

તેથી જ ઘણીવાર આપણાં,

કદમોમાં જ મંઝીલો અટવાય છે.


મુફલિસ મુસાફરોની આળસની, જ હતી એ એક પરાકાષ્ઠા,

કઈ વાર સીધા ને સાફ રસ્તાઓ, પણ હાંફી ને થાકી જાય છે.


નિખાલસતાના ડહોળમાં રહી જ, ક્યાં કાચ જેવી પારદર્શિતા,

સાચી મહોબ્બત જ વહેવાર, વચ્ચે કાયમ ગોથા ખાય છે.


રુદન એક અંધારાનું ઓગળી, ગયું મધરાતનાં સન્નાટામાં,

હાસ્ય અજવાળાનું પરોઢિયે મન, મુકીને સાંભળી શકાય છે.


મારાં ને તમારા મુખૌટા ઉતરે તો, જ અસલી ચહેરો દેખાય,

બાકી તહેવારોમાં પણ બનાવટી, વહેવાર જ સચવાય છે.


અનુભવનાં ચશ્માંથી જયારે, જયારે નીરખી છે આ દુનિયા,

ત્યારે મીઠાં સરોવર પણ મને, મૃગજળ જેવાં જ દેખાય છે.


આ જુવો તથાકથિત ધર્મોમાં પણ,

કોઈ અટવાય છે "પરમ",

મુજ "પાગલ"ને એજ ભગવાન, હોવાની શક્યતા દેખાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy