STORYMIRROR

Heena Pandya (ખુશી)

Fantasy

4  

Heena Pandya (ખુશી)

Fantasy

ભીંજવી લઇ નીકળું

ભીંજવી લઇ નીકળું

1 min
892


શબ્દને હું લાગણીમાં ભીંજવી લઇ નીકળું.

મોલ એવો વાવણીમાં ભીંજવી લઇ નીકળું.


માર્ગમાં મળશે મને પણ હૂંફ શ્વાસે એ તરફ,

પ્રેમ થોડો માંગણીમાં ભીંજવી લઇ નીકળું.


અર્થમાં એવી ભળી હું પ્રેમ ભીની નીતરું,

ભેજ સીંચી ચારણીમાં ભીંજવી લઇ નીકળું.


આ તરફ ઠંડા પડ્યા છે શ્વાસના પણ કાફલા,

હું બરફને તાપણીમાં ભીંજવી લઇ નીકળું.


ગ્રીષ્મ આવે ઓકતો ગરમી ઘણીયે એટલે,

સૂર્ય થોડો ઢાંકણીમાં ભીંજવી લઇ નીકળું.



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy