ટહુકારો
ટહુકારો
ટીપે ટીપે આજે મારું વાદળ કેવું ટહુકયું?
ધીમે ધીમે કોઈ મજાનું હૈયે આવી મ્હેક્યું!
અરધા કાચા અરધા પાકા,
ઉજાગરા ને આઘો ઠેલો.
શમણાંના સરવાળે આવે,
દરિયો આખો ઘેલો - ઘેલો !
છલક છલકતી હૈયા ધારે આખોનું નીર છલકયું...
ટીપે ટીપે આજે મારું...
શોનલવરણી કાયામાંથી,
ચીસ સામટી જાગી.
હરખેથી દોડીને હું તો,
ઉંબરમાંથી ભાગી,
અલક - મલકનું ગીત મધુરું વલમજીનું ગહેકયું...
ટીપે ટીપે આજે મારું...
મઘમઘ થાવું ને મલકાવું,
ગમતીલા સંગાથે,
વ્હાલપનો વરસાદ ઝીલીને,
રહું બલમજી હારે.
નાજુકને નખરાળું હૈયું ઝાંઝરમાં જઈ બહેકયું...
ટીપે ટીપે આજે મારું...