" જોઈતું'તું એજ "
" જોઈતું'તું એજ "
ઉંબરે આવીને એ આપી ગયો ,
શ્વાસ એના સાથમાં છાપી ગયો
હાથમાં છે એક રેખા એમની
માપ વિના એ બધુ માપી ગયો
જે લીધું છે એજ દઈ દીધું તને
જોઈતું'તું એજ તું આપી ગયો
રાતના અંધારામાં અજવાસ તું
તેજ સમ તિમિરથી વ્યાપી ગયો
પૂર્ણ છે તું પૂર્ણમાં હું ઓગળું
પૂર્ણમાં એ પૂર્ણતા સ્થાપી ગયો