કુદરત
કુદરત
કુંડાનું પાણી તે કોણ પી જાય છે,
ને નાળીયેરમાં નીર તે કોણ ભરી જાય છે,
સાગરમાં ખારાશ ક્યાંથી આવે છે,
ને નદીઓનાં પાણી આટલાં મીઠાં કેમ હોય છે,
કોણ છે જાદુગર ને કોણ કરે છે આ બધું,
કે જીવમાંથી એક જીવ પ્રગટ પણ થાય છે,
ભગવાન જેવું કશુંક હોય એ
શંકા છે થોડી,
પણ કુદરત સામે મસ્તક નમાવવાનું મન થાય છે.