STORYMIRROR

Rekha Shukla

Drama Inspirational Others

4  

Rekha Shukla

Drama Inspirational Others

મામા

મામા

1 min
510

મા પછી મોસાળે બીજું સ્થાન ધરાવે તે મામા,

આંગણે આવેલ ભાણેજને લાડ લડાવે તે મામા.


ઈતિહાસના પાત્રો શકુનિને કંશ અપવાદ એમાં,

બાકી મામાઘેર ભીનુંભીનું અનુભવાવે તે મામા.


છૂટછાટ સઘળી ઘરથી અધિક મળનારી ત્યાં,

તમામ રોકટોકને સહજમાં જે ભૂલાવે તે મામા.


પ્રેમ પાથરતા પ્રત્યેક સ્વર્ગ સમાં સુખ જોયાંને,

તેજ ચાંદાના પણ જાણે ઝાંખા ગણાવે તે મામા.


હોય કદી ગેરહાજરી 'મા' તણી કર્મસંજોગથી,

'મા..મા' દ્વિગુણ વર્તી જનની વિસરાવે તે મામા.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama