STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

ખોયું મે ગાડું

ખોયું મે ગાડું

1 min
360

બાપ બોલ્યો ચલ સાથે દીકરા હળ ચલાવને

ભણવાનું પડતું મૂક હવે ઘરકામમાં હાથ દે ને 


ગામ છોડી શહેરી બન્યો કમર તોડતો રહેને 

ભણ્યો નથી તો જીવી લીધું શું ટ્રક ચલાવીને


પ્રેમ લગ્ને દીકરો જન્મ્યો વધામણાં આંગણેને

કંચન વર્ણી કન્યા જન્મી પણ ખર્ચા તો વધ્યાને


કમર તૂટી તોડી રોટી જાત ઘણી રોજ મારીને

દેશ છોડી વિદેશ પહોંચ્યો શાને કાજ મરીને 


ન અહીં શાંતિથી જીવાયું વિદેશ વાટે રખડીને

છૂટ્યો પ્રદેશ તો દેશ વાટે કયાંય નો રહ્યો ને 


રોજ લાશ મારી ઉઠાવી રોજ સૂરજ ઉદય ને

પૃથ્વીનો મહેમાન બની કયાં કદીયે જીવ્યો ને


એક સ્વર્ગે એક નરકે ત્રિશંકુ હું જ ફસાયોને

લાલચ-લોભ-રોષ-નગદે મુજથી હું ખોવાયોને


લખો-ભૂસો ખોટો-સાચો સરવાળે સપડાયોને

ભરખે જીંદગી ભરખે કોરોના બોલો ફેર છે ને


કઇ વાટે પ્રભુ દ્વારે લઇ જાશે કોઇ બતાવોને

દેશ હોય કે વિદેશ વાટે રાજીપો કયાં કહોને 


બોલતા શીખો ચૂપ રહો કોણ તમારું બતાવોને

જન્મતાં જ રડાવે શ્વાસ છોડાવી શ્વાસ રહેવાનાને


Rate this content
Log in