Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Drama Tragedy Others

3  

Rekha Shukla

Drama Tragedy Others

નોર્મલ પથ્થર

નોર્મલ પથ્થર

1 min
156

એ ધીરે ધીરે ખુદમાં સમેટાતી ગઈ, બધા સામે નોર્મલ રહેતા એ અંદરથી તૂટી ગઈ,

બીજાને જિંદગી શું છે એ કહેતા કહેતા એ અંદરથી રોજ એક મોત મરતી રહી,

સપનાં ક્યારેય સાચા નથી થતા એ જાણતા હોવા છતાં, રોજ એક સપનું જોતી ગઈ,

બહુ બધું બોલતા બોલતા એ વધારે ને વધારે ચૂપ થતી ગઈ,

બીજાને ભરોસો અપાવતા અપાવતા એ ખુદનો ભરોસો ખોતી ગઈ,

રોજ જુઠ્ઠું હસતા હસતાં એ અંદર ને અંદર રડતી ગઈ,

રોજ થોડું પીગળવામાં એ પથ્થર બનતી ગઈ,

એ ફક્ત એની થવામાં,ખુદથી દૂર થતી ગઈ.

Rate this content
Log in

Similar gujarati poem from Drama