થોડું તો જીવી લ્યો....
થોડું તો જીવી લ્યો....
થોડું તો જીવી લ્યો વિહરીને ખુલ્લી હવામાં,
ક્યાં રોકી શકે છે કોઈને કોઈ સ્વર્ગે જવામાં,
વીતશે વખત ને વીતી જશે જિંદગી આખી,
વેડફાઈ જશે સંઘરેલું એ જીવતરની દવામાં,
ખરી જાય પાંદડા એમ છૂટશે બધી ડાળીઓ,
આવી જશે ઘડપણ જુનાને છોડીને નવામાં,
રસ્તાની ધૂળ ઉડી જાય જેમ પવનની ડમરીમાં,
આતમ ને પણ વાર શું? તારાથી જુદા થવામાં,
તોય હકીકતને સમજી જીવે મનેખ સંકલ્પના,
થોડું તો જીવી લ્યો વિહરીને ખુલ્લી હવામાં.