ગીત - ' સઘળી રાતો રોશન રોશન '
ગીત - ' સઘળી રાતો રોશન રોશન '


ગીત - ' સઘળી રાતો રોશન રોશન '
તેં દિધો'તો અમૃત કૂંપો ઘૂંટ ઘૂંટમાં પીધો મેં
સઘળી રાતે મંજન મંજન આંખે આંજી લીધો ને . ...
તાળાંઓ અકબંધ દીધેલાં હોઠે ને
ચાવીના ગુચ્છાને નાખ્યો દરિયે મેં
મોહક મ્હેંદી લીધી લસોટી મૂકી મેં
રંગ - રંગ ઘોળાયો મારા અંગે રે
દિવસ - દિવસને વરસ વીતતાં વરણાગી મન કીધું તે ....
તેં દિધો'તો અમૃત કૂંપો.....
મનડાની વાણીને આખર પીધી તો
હૈયાની ભીંતો પર થાપા પડ્યા જો
મૂંગી ઘૂઘરિયુના મીઠા મલકાટે
હળવું હળવું ફાનસ ઝીણું ઝબકે છે
સૂકકા રણમાં વીરડી મળતાં તરસ્યું મનડું દોડ્યું લે .....
તેં દિધો' તો અમૃત કૂંપો.....