આસ્વાદ
આસ્વાદ
મળતો રહે નિરંતર કાવ્યનો આસ્વાદ મને.
મળતો રહે સદાય સાહિત્યનો આસ્વાદ મને.
છે પોષણ મારું ન માત્ર હોય મનોરંજન કે,
મળતો રહે હંમેશ ગઝલનો આસ્વાદ મને.
પૂરે છે પ્રાણવાયુ પ્રત્યેક પળે આતમમાં એ,
મળતો રહે દરરોજ હાઈકુનો આસ્વાદ મને.
પ્રેમ, કરુણ,વિરહ, બોધ કે ઇશ સંબંધમાં,
મળતો રહે પ્રતિપળ ગેયતાનો આસ્વાદ મને.
છે સંબંધિત ઉરથી ન કેવળ મનનો રાજીપો,
મળતો રહે ક્ષણક્ષણ પઠનનો આસ્વાદ મને.
અંતર આરઝૂ મારી બને પર્યાય મારો કદીએ,
મળતો રહે સંગીતના સૂરતણો આસ્વાદ મને.