STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

મારે આંગણે

મારે આંગણે

1 min
5

નીર દરિયાનાં વર્ષા બનીને આવે મારે આંગણે,

મીઠી સુગંધ માટીતણી એ ફેલાવે મારે આંગણે,


ઝરમરધારે તપ્ત ધરાને ઠારવા મેહુલિયો વરસે,

જાણે કે રૂઠી ધરાને હવે એ મનાવે મારે આંગણે,


દેવ પર્જન્ય રીઝયાને શેરગલીએ વારિ વહેતાં,

કાગળની હોડી બાલવૃંદ સૌ તરાવે મારે આંગણે,


ગઈ વીજળી રિસાઈ જ્યાં વાદળ થોડાં વરસ્યાં,

એ તો આભેથી ધૂમધડાકે ચમકાવે મારે આંગણે,


સૂર ગયો છૂપાઈ જે તાંતાં તીર સમાં વરસાવતો,

નીરખી જળમધુરાં માનવને હરખાવે મારે આંગણે.


Rate this content
Log in