STORYMIRROR

ચૈતન્ય જોષી

Romance

4  

ચૈતન્ય જોષી

Romance

તે ગમ્યું

તે ગમ્યું

1 min
11

આમ અચાનક વરસાદ સાથે આવ્યા તે ગમ્યું,

હતા સાવ કોરાકટ, ને અમને ભિંજવ્યા તે ગમ્યું,


તમે અને વરસાદ લાગે છે કે પર્યાય એકમેકના,

સૂકી ધરા અને તરસતા મનને છિપાવ્યા તે ગમ્યું,


પ્રતીક્ષા કરાવી પરાકાષ્ઠા સર્જીને પછી આવવું,

મોડામોડા અવની ને અમને હરખાવ્યા તે ગમ્યું,


આગમન જ એવું રહ્યું કે ભય ઉત્પન્ન કરાવતું,

નયનમાંને તરુવરમાં હર્ષાશ્રુ ટપકાવ્યા તે ગમ્યું,


અઢળક વરસ્યા જાણે સાટું વાળવાનું વિયોગનું,

અમારા જ આંગણે, અમારા થૈ વસ્યા તે ગમ્યું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance