STORYMIRROR

ચૈતન્ય જોષી

Others

4  

ચૈતન્ય જોષી

Others

જિંદગી.

જિંદગી.

1 min
16

એક આંખે રડાવી બીજી આંખે હસાવી ગઈ જિંદગી
હાસ્ય અને રુદન બંનેને સાથમા લાવી ગઈ જિંદગી.

નહોતી ખબર કે આટલી અટપટી હશે એ આખરે, એની નાગચુડમાં અસલિયત ભુલાવી ગઈ જિંદગી

ખૂબ રાખી ધીરજ કે કાલે સારું થશે જરૂર માનીને,
દોડાવી દોડાવીને કેટલી કેટલી થકાવી ગઈ જિંદગી.

હસતા ચહેરે નીકળતા આંસુઓ દેખાયા નહી કદી,
જીતના ભ્રમમાં રખેને વારંવાર હરાવી ગઈ જિંદગી.

વર્ષો વીતતા ચાલ્યા આંખના પલકારા અવિરત કેવાં,

કશું કરી શકાયું નહીં અફસોસ અપાવી ગઈ જિંદગી.

ચૈતન્ય જોષી 'દિપક,' પોરબંદર.


સામગ્રીને રેટ આપો
લોગિન