STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

મળ્યા હરિ મને.

મળ્યા હરિ મને.

1 min
1

માનવતાને મારગ જાતાં ,
 મળ્યા હરિ મને રસ્તામાં.
 દીનદુઃખીના દિલને ઠારતાં,
 મળ્યા હરિ મને રસ્તામાં.

 ઘેરઘેર તરુવરને વાવતાં,
 વાવીને વળી એને ઉછેરતાં.
 વૃક્ષછેદનને જઈને રોકતાં,
 મળ્યા હરિ મને રસ્તામાં.

અભણને અક્ષરજ્ઞાન દેતાં,
 વાચનની દુનિયા દેખાડતાં.
હૈયાં એનાં કેવાં રે હરખતાં,
 મળ્યા હરિ મને રસ્તામાં.

ભૂખ્યાજનોને ભોજન આપતાં,
 વસ્ત્ર એનાં અંગે પહેરતાં.
રાજીપો એનો મુખે પરખતાં,
 મળ્યા હરિ મને રસ્તામાં.

ના સ્તુતિ કે પ્રાર્થના સ્તવનમાં,
 ના મંદિર કે કથા કીર્તનમાં.
માનવધર્મને જીવનમાં આચરતાં,
 મળ્યા હરિ મને રસ્તામાં.

 ના મળે સુખ સ્વર્ગ કે સાકેતમાં,
 ના મળે શાંતિ એના રટણમાં.
 માનવતાના રસ્તાનો પંથી થતાં,
 મળ્યા હરિ મને રસ્તામાં.

- ચૈતન્ય જોષી ' દીપક ' પોરબંદર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational