ભાષા ગુજરાતી
ભાષા ગુજરાતી
1 min
12
મને ગમતી, મારા મનમાં રમતી ભાષા ગુજરાતી.
શિશુમુખેથી જે સહજ ઉચ્ચરતી ભાષા ગુજરાતી.
વૈભવ એનો અદકેરો જે ભલભલાને લોભાવતો,
સુખ અને દુઃખમાં મુખે જે આવતી ભાષા ગુજરાતી.
છંદ, અલંકાર,સમાસ જેવાં અલંકારોથી શોભતી,
શબ્દવિન્યાસે જે આગે નીકળતી ભાષા ગુજરાતી.
ગૌરવ છે ગુજરાતનું કે જે વારસામાં મળી સહુને,
ગરવી ભાષા લોકમુખેથી સંભળાતી ભાષા ગુજરાતી
'મા' સમું સ્થાન જેનું જનેતા પાસેથી જ શીખાતી,
દર્શન દેતાં પ્રભુ તુજ મુખે મલકાતી ભાષા ગુજરાતી.
- ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.
