STORYMIRROR

ચૈતન્ય જોષી

Inspirational

4  

ચૈતન્ય જોષી

Inspirational

શંકર શંભુ.

શંકર શંભુ.

1 min
20

મારા મનતણા વિચારે આવો શંકર શંભુ.
 મારા શબ્દો ઉચ્ચારે આવો શંકર શંભુ.

 ભાવભૂખ્યા ભગવંત ભોળા,
 મારી પાસે છે શબ્દો થોડા.
 દિલતાર ઝંકારે આવો શંકર શંભુ.

 અલ્પમતિ અવિનાશી અમારી,
 શું કરીએ શિવ સ્તુતિ તમારી.
મારા નૈનપલકારે આવો શંકર શંભુ.

 ભોળાનાથ ભક્તભયહારી,
વિનંતી સ્વીકારો ઉપકારી.
મારા ઉરધબકારે આવો શંકર શંભુ.

 કુમતિ ટાળો શિવ સન્મતિ આપો,
ભવોભવના‌ પ્રજાળોને પાપો.
મારા હરવિચારે આવો શંકર શંભુ.

 - ચૈતન્ય જોષી 'દિપક ' પોરબંદર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational